Tuesday 4 October 2016

ઓમ પુરીએ શહીદ નીતિન કુમારનું અપમાન કર્યું, બોલ્યા- 'કોણે કહ્યું સેનામાં જાઓ?'

બારામુલ્લા એટેકમાં શહીદ થયેલા 24 વર્ષના નીતિન યાદવની શહાદત પર આખો દેશ દુખી છે ત્યારે એક્ટર ઓમ પુરીએ ખૂબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

કાશ્મીરમાં આતંકી હુમલા દરમિયાન જવાનોની શહાદત પર ઓમ પુરીએ કહ્યું કે,"કોણે જવાનને કહ્યું હતું કે સેનામાં જાય અને બંદૂક ઉપાડે."

એક ન્યૂઝ ચેનલના ડિબેટ કાર્યક્રમમાં જ્યારે ઓમ પુરીને સવાલ પૂછવામાં આવ્યો કે,ભારતીય સેનાનું મનોબળ વધારવા માટે દેશમાં અલગ-અલગ સૂર કેમ છે? પાકિસ્તાનના કલાકારોને સમર્થન કેમ આપવામાં આવી રહ્યું છે?
આ સવાલના જવાબમાં ઓમ પુરીએ કહ્યું હતું કે,સરકાર પર દબાણ કરવું જોઈએ કે તેઓ પાકિસ્તાની કલાકારોના વિઝા રદ કરી દે.

સૈનિકોની શહાદત વિશે ઓમ પુરીએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, શું દેશ પાસે એવા 15-20 લોકો છે જેમને બોમ્બ બાંધીને પાકિસ્તાન મોકલી શકાય?

-વધુમાં ઓમપુરીએ કહ્યું કે, કોણ જબરજસ્તી લોકોને સેનામાં મોકલી રહ્યા છે?કોણે તેમને કહ્યું કે તેઓ સેનામાં જાય?
-ઓમ પુરી આટલે અટક્યાં નહોતા,તેમણે કહ્યું હતું કે,ભારત અને પાકિસ્તાનને ઈઝરાઈલ અને ફિલિસ્તાન ન બનાવો.
-દેશમાં કરોડો મુસ્લિમ રહે છે તેમને ન ઉશ્કેરવા જોઈએ.
-પુરીએ કહ્યું કે,ભારતના ભાગલા માત્ર દેશના ભાગલા નહોતા પરંતુ પરિવારના પણ ભાગલાં હતાં.
-દેશના ઘણાં લોકોના પરિવારજનો ત્યાં રહે છે અને તે લોકોના પરિવાજનો અહીં રહે છે.તો કેવી રીતે યુદ્ધ કરી શકાય.
ઓમ પુરીએ કહ્યું-સેનાને આપણી જરૂર નથી
-પહેલી વાર પાકિસ્તાનને બતાવ્યું છે કે,આપણે માત્ર ભસતાં નથી,કરડી પણ શકીએ છીએ.
પહેલાંના નેતાઓએ કેમ આવું કશું ન કર્યું.
-મોદી સરકારે કેમ બદલો લેવાનું નક્કી કર્યું,શું નાના પાટેકર આવો વિચાર કર્યો?
આપણે તે વહેમ કાઢી નાખવો જોઈએ કે આપણે નપુંસક છીએ.
-આપણે પણ દાંત છે અને આપણે પણ કરડી શકીએ છીએ.આપણે કરડતા નથી કારણકે આપણે તેમાં વિશ્વાસ નથી રાખતા.
-હવે આપણે કરડીશું અને વારંવાર કરડીશું.અમને આર્મી ઉપર ગર્વ છે.
-હિન્દુસ્તાન પણ એક મુસ્લિમ દેશ છે.પહેલાં નંબર પર ઈન્ડોનેશિયા,બીજા નંબરે આપણે અને ત્રીજા નંબરે પાકિસ્તાન છે.તેમના આર્ટિસ્ટ પણ અહીં રહે છે.
-હું તો મજબૂર માણસ છું એટલે હું ગમે ત્યાં કામ કરવા જઈ શકું છું,પણ આપણી સરકાર કેમ તેમના વિઝા રદ નથી કરતી?
PAK આર્ટિસ્ટ પર શું સલમાન ખાન અને નાનાએ
-પાક કલાકારનો વિરોધ 18 સપ્ટેમ્બરે ઉરીમાં આર્મી હેડક્વાર્ટર પર હુમલા પછી શિવસેના અને એમએનએસ(મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ)શરૂ કર્યો હતો.
-ફવાદ ખાન સહિત ઘણાં પાકિસ્તાની આર્ટિસ્ટ પરત ફર્યા છે.આ મુદ્દે સલમાને કહ્યું હતું કે,તેઓ પણ આર્ટિસ્ટ જ છે,કોઈ આતંકી નથી.
-નાના પાટેકરે કોઈનું નામ લીધા વગર કોન્ટ્રોવર્સી ઊભી કરનાર કલાકારોને માકડ જેવા ગણાવ્યા છે.તેમણે કહ્યું હતું કે મારા માટે પહેલાં દેશ છે.

No comments:

Post a Comment